સોપારી પર ગણપતિનું સર્જન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જતો મોરબીનો યુવાન

- text


અદભુત કલા બદલ વ્રજ વર્લ્ડ રેકોર્ડ અને ટ્રેડિશનલ બુક ઓફ વર્લ્ડ રેકોડ મોરેશિયસ તરફથી સર્ટિફિકેટ

મોરબી : માત્ર ૧૦ મિલિમિટર જેટલા નાના કદની સોપારી ઉપર અદભુત અલભ્ય કહી શકાય તેવી ગણપતિજીની કૃતિનું સર્જન કરી મોરબીના મકનસર ગામના પ્રજાપતિ યુવાને યુએસના વ્રજ વર્લ્ડ રેકોર્ડ અને મોરેશિયસના ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને બબ્બે સર્ટિફિકેટ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

મોરબીના મકનસર ગામે રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા કમલેશભાઈ અમૃતલાલ નગવાડિયા નાનપણથી જ સર્જનાત્મક કારીગીરી કરી રહ્યા છે, કોલેજ કાળમાં અભ્યાસની સાથે – સાથે પેઇન્ટિગથી પોતાની સર્જનાત્મકતાને ખીલવનાર કમલેશભાઈએ કઈક નવું અને અલગ કરવાની મનમાં ગાંઠ વાળી નાની સોપારી પર કોતરણી કરવામાં ધ્યાન કેન્દ્રિત કરી પોતાની સર્જનાત્મકતને કામે લગાડી હતી.

સમય જતાં કમલેશભાઈએ નાના કદની સોપારી ઉપર એક,બે નહિ પરંતુ અવનવી ૪૫ જેટલી અદભુત કૃતિઓનું સર્જન કર્યું જેમાં જુદી – જુદી મુદ્રામાં ગણપતિજીની સાથે અલગ – અલગ દેવી દેવતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિનું આબેહૂબ સર્જન કર્યું છે.

- text

સોપારી ઉપર સર્જનાત્મક કારીગીરી કરવા બદલ અને ખાસ કરીને માત્ર ૧૦ મિલિમિટર નાના કડની સોપારી પર આ અદભુત સિદ્ધિ બદલ અમેરિકાની વ્રજ વર્લ્ડ રેકોર્ડ અને મોરેશિયસની પ્રતિષ્ઠિત સંસ્થા ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને બને સંસ્થાઓ તરફથી તેમને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા છે.

મકનસર ગામના કમલેશભાઈ નગવાડિયાને આ સિદ્ધિ બદલ મિત્ર વર્તુળો,સગા સ્નેહીઓ અને જ્ઞાતિજનો તરફથી ખૂબ -ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

- text