મોરબી : પરિણીતા પર એસિડ એટેક

- text


વાઘપરામાં પૂર્વ પતિએ પરિણીતા પર એસિડ ફેંકી હુમલો કરતા પરિણીતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

મોરબી : મોરબીના વાઘપરામાં પૂર્વ પતિએ પરિણીતા પર એસિડ ફેંકી હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ પરિણીતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ડીવાયએસપી બન્નો જોશી અને એ ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતનો કાફલો સિવિલ દોડી ગયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાઘપરા શેરી નંબર ૯ માં રહેતા બીનિતાબેન વિશાલભાઈ આડેસરા ઉ. ૨૩ નામની પરણિતા ઉપર તેણીના પૂર્વ પતિ કલ્પેશ પટેલે એસિડ ફેંકી હુમલો કર્યો હતો.

- text

વધુમાં બીનિતાબેનના આઠ માસ પૂર્વે જ કલ્પેશ પટેલ સાથે છુટા છેડા થયા હતા અને વિશાલ સાથે મેરેજ થયા હતા, આ હુમલો કયા કારણોસર થયો તે મામલે પોલીસે તપાસ શરુ કરી નાસી છૂટેલા કલ્પેશ પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text