મોરબીના પંચાસરમાં જુગારધામ ઝડપાયું : 11 પત્તાપ્રેમી 2.75 લાખની રોકડ સાથે ઝડપાયા

- text


મોરબી એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસનો સપાટો : રૂપિયા ૧૩ લાખ ૭૮ હજારનો મુદામાલ જપ્ત 

મોરબી : મોરબી ઇન્ચાર્જ એલસીબી પીઆઈ આર.ટી.વ્યાસે સપાટો બોલાવી મોરબી નજીક પંચાસરમાં ધમધમતી જુગાર કલબ ઉપર છાપો મારો જુગાર રમી રહેલા ૧૧ નબીરાઓને રૂપિયા ૧૩ લાખ ૭૮ હજારના મુદામાલ સાથે ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા જિલ્લામાં જુગારની બદી નાબૂદ કરવા આપેલ સૂચના અન્વયે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન અને સૂચના અન્વયે એલસીબી હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને બાતમી મળી હતી કે પંચાસર ગામમાં શક્તિસિંહ દિલીપસિંહ ઝાલાના વાડાના રૂમમાં જુગાર રમાઈ રહ્યો છે.

એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા સંદીપ બાબુભાઈ દેત્રોજા રે.ઉમા ટાઉનશીપ મોરબી, શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા, રે.પંચાસર, રાજેશ કરશનભાઇ આદ્રોજા, રે.લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબી, ભરત માવજીભાઈ વિડજા,રે.બોનીપાર્ક,રવાપર રોડ, કપિલ ભગવાનજીભાઈ અઘારા, રે.ઊગમણા ઝાંપા, મહેન્દ્રનગર, સાવન સાવજીભાઇ ઓગણજા, રે.મહાકાળી ચોક મહેન્દ્રનગર, મહોબતભાઈ પીરુભાઈ પઠાણ, રે. મોટા દેવળીયા, તા.બાબરા, જિલ્લો અમરેલી, નરેન્દ્ર લક્ષમણભાઈ માકાસણા, રે.ગજાનંદ પાર્ક મોરબી, ગૌરાંગ મણિકાન્તભાઈ મહેતા, રીલીફનગર મોરબી, જીવરાજ કાનજીભાઈ નાકીયા, રે રતનપર, વઢવાણ, લવજી પ્રેમજી આદ્રોજા, વિવેકાનંદ નગર મોરબી અને વિપુલ પટેલને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.

- text

વધુમાં પોલીસે જુગાર કલબ ઉપર પાળેલા દરોડામાં રૂપિયા ૨,૭૫ લાખ રોકડા, એક એસેન્ટ કાર, એક કવાલીસ કાર અને એક આઈ ટેવેન્ટી કાર તથા બે મોટર સાયકલ અને ૧૩ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૩, ૭૮,૦૦૦ ના મુદામાલ સાથે જુગારધામ ઝડપી લઈ તમામ ૧૧ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text