હર…હર…મહાદેવના નાદ સાથે મોરબીમાં ભક્તિભાવ પૂર્વક શિવરાત્રીની ઉજવણી

- text


શોભેશ્વર, શંકર આશ્રમ, રફાળેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં ભક્તોના ઘોડાપુર

મોરબી : આજે શિવરાત્રીના મહાપર્વ મોરબીના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠયાં હતા અને સવારથી શહેરના નાના મોટા શિવમંદિરોમાં શિવભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર સહિતની વિધિ કરવા કતારો લગાવી હતી.

આજે મંગળવાર અને મહાશિવરાત્રી પર્વનો વર્ષો બાદ સંયોગ હોય ભક્તજનો દ્વારા શિવમંદિરોમાં ભોળાનાથના શિવલિંગને જળ અને દૂધ ઉપરાંત, બિલીપત્ર ચઢાવી પંચામૃત અભિષેક અને ધનધાન્યાદિનો પણ અભિષેક કરવામાં આવી રહ્યો છે. ભોળાનાથ દેવોના પણ દેવ છે એટલે તો એ દેવાધિદેવ કહેવાય છે. તેમનું નામ જ ભોળનાથ છે એટલે કે, સ્વભાવના ભોળા હોવાથી ભકતો પર જલ્દીથી પ્રસન્ન થાય છે.

- text

આજે મહાશિવરાત્રિની સાચા દિલથી પૂજા ભકિત કરનારની ભોળાનાથ અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે અને તેથી જ મહાશિવરાત્રિનો અવસર શ્રધ્ધાળુ ભકતો માટે ભોલેબાબા પાસેથી વરદાન માંગવાનો સોનેરી લ્હાવો છે.

મહાશિવરાત્રિની પૂજાનું શાસ્ત્રોકત દ્રષ્ટિએ પણ અનન્ય મહાત્મ્ય હોય મોરબીના રફાળેશ્વર મહાદેવ શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ સહિત નાના મોટા મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે અને ચાર પ્રહરની આરતીથી લઈ અનેક વિધ ધાર્મિક આયોજનો અને ભાંગ પ્રસાદ વિતરણના આયોજન કરાયા છે.

- text