હળવદ-ધ્રાંગધ્રા બેઠક પર આમ આદમી પાર્ટીએ નોંધાવી ઉમેદવારી

- text


ધ્રાંગધ્રા તાલુકા સેવાસદન ખાતે હળવદના કમલેશભાઈ ડઢાણીયાએ કાર્યકરો સાથે ફોર્મ ભર્યું

આમ આદમી પાર્ટીના કમલેશભાઈ ડઢાણીયાએ હળવદ-ધ્રાંગધ્રા 64 વિધાનસભા બેઠક પરથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી.
હળવદ શહેરમાં સંસ્કાર ટયુશન ક્લાસીસ ચલાવતા અને પ્રામાણિક છબી ધરાવતા કમલેશભાઈ દઢાણીયાએ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક પરથી ઝંપલાવ્યું છે. ત્યારે આજરોજ ધ્રાંગધ્રા તાલુકા સેવાસદન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી. પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર મુકત ભારત બનાવવા અને 70 વર્ષ દરમિયાન સાચો સ્વરાજ નથી મળ્યું તેથી આ સાચો સ્વરાજ મેળવવા માટેની આ લડાઈ છે જેમાં આમ આદમી પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકીને મને જે હળવદ-ધ્રાંગધ્રા બેઠક ચૂંટણી લડવા મેન્ડેટ કર્યા છે તેમાં પાર્ટીના વિચારો ઉજાગર કરી જીત મેળવીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- text

 
.

- text