મોરબી આરટીઓને દિવાળી ફળી એક મહિનામાં સાડા પાંચ કરોડની અધધ આવક

- text


દિવાળીના સપરમાં તહેવારમાં ૨૨૪૧ ટુ વ્હીલરો,૭૦ કાર અને ૬૩ નવા ટ્રેકટર છૂટ્યા

મોરબી:મોરબી આરટીઓ કચેરીને ગત માસમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ફાયદાકારક નીવડ્યો છે,નવા વાહનોના ટેક્સ સહિતની ધૂમ આવકને કારણે ઓક્ટોબર માસમાં આરટીઓને રૂપિયા ૫,૪૭,૦૧,૭૯૫ આવક થવા પામી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ દિવાળીના સપરમાં દિવસોમાં મોરબી શહેર-જિલ્લાની જનતાએ મોટા પ્રમાણમાં નવા વાહનોની ખરીદી કરતા આરટીઓની આવકમાં જબરો ઉછાળો આવ્યો છે.દિવાળીના તહેવારમાં મોરબી આરટીઓમાં ૨૨૪૧ નવા ટુ વ્હીલરો છૂટ્યા છે તો લોકોએ અવનવી ૭૦ કારની ખરીદી કરી હતી અને ખરીદીમાં ખેડૂતો પણ પાછળ શા માટે રહે શુભ મુહૂર્તમાં ૬૩ ખેડૂતોએ ટ્રેકટર પણ ખરીદ કરતા આરટીઓને જબરદસ્ત આવક થઈ છે.
ઓક્ટોબર માસ દરમિયાન મોરબી  આરટીઓ કચેરીમાં નવા વાહનોના ટેક્સ સહિત જુદા જુદા ટેક્સ અને ફી રૂપે સરકારની તિજોરીમાં કુલ રૂપિયા ૫,૪૭,૦૧,૭૯૫ ની આવક જમા કરાવી છે.

- text