ધ્રોલ નજીક થયેલી અડધા કરોડની આંગળીયા લૂંટનું પગેરૂ મોરબીના ગિડચ ગામમાં નીકળ્યું

- text


લૂંટ ચલાવનારાઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ : જામનગર અને રાજકોટ પોલીસનું સયુંકત ઓપરેશન

મોરબી : ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ નજીકના જાયવા ગામ પાસે આર.સી.આંગળીયા પેઢીની ગાડીને લૂંટી અડધા કરોડની લૂંટ ચલાવનાર લૂંટારુઓને રાજકોટ,જામનગર અને મોરબી પોલીસની સયુંકત ટીમે ઝડપી લેવામાં સફળતા મેળવી હોવાની વિગતો સૂત્રો માંથી જાણવા મળી રહી છે. અડધા કરોડની આ ચકચારી લૂંટમાં પોલિસે મોરબીના ગિડચ ગામના રાજકીય આગેવાન સહિતનાઓને ઉપાડી લઈ પોલીસે કડક પૂછપરછ કરતા લૂંટનો મુદામાલ પણ ઝડપાય ગયો હોવાનું ટોચના પોલીસસુત્રો જણાવી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ ધ્રોલ નજીકના જાયવા ગામે ગઇકાલે આર.સી.આંગડીયાની કારમાંથી રૂ. બાવન લાખની લુંટના બનાવ બાદ આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ થઈ હતી. આ લુંટનું પગેરું શોધવા રાજકોટ,જામનગર અને મોરબી પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરતા પોલીસ તંત્રને મોટી સફળતા સાંપડી છે. આ લુંટની તપાસમાં આ આંગડીયા લુંટમાં જામનગરથી જ સફેદ કલરની સ્વીફટ કાર દ્વારા પેઢીની કારનો પીછો કરવામાં આવેલ હોવાનું અને મોકો મળતાં જ ધ્રોલ નજીક લુંટને અંજામ આપ્યો હતો.
આંગડીયા લુંટ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું આ બનાવ અંગે એસ.પી. તથા આઇ.જી. કક્ષાના અધિકારીઓએ ધ્રોલ આવી તપાસ કરેલ. આ લુંટ અંગે ધ્રોલ પી.એસ.આઇ. એમ. ડી. ચૌધરી, ડી. વાય. એસ. પી. દોશી સાહેબ, એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની અધિકારીઓ સતત તપાસ કરી હતી અને લૂંટારુઓ મોરબી તરફ ભાગ્યા હોય મોરબી પોલીસની મદદ લેવામાં આવી હતી.
વધુમાં સયુંકત ઓપરેશનમાં પોલીસે મોરબીના ગિડચ ગમે ત્રાટકી લૂંટને અંજામ આપનાર સહિતના લૂંટારુઓને ઝડપી લઈ લૂંટનો મુદામાલ કબજે લીધો હોવાયુ રાજકોટ રેન્જ આઈજી કચેરીના સૂત્રો જણાવી રહ્યા છે.
ધ્રોલ નજીક આંગડીયાની કારને આંતરીને તેમાં બે લુંટારૂઓ બેસી ગયા હતા અને રસ્તામાં આંગડીયા કર્મચારીને ઉતારી લતીપર રોડ પર પીપાવા ચોકડી પાસે આંગડીયા પેઢીની કારને મુકી લતીપર રોડથી ટંકારા, મોરબી, થઇ કચ્છ તેમજ રાજસ્થાન તરફ ભાગી ગયાની દૃઢ શંકાએ પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી પરંતુ લૂંટરાઓ મોરબીની હદ છોડી ન હોય પોલીસના હાથે આબાદ ઝડપાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ લૂંટના બનાવમાં બે લૂંટારુઓ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી પરંતુ પોલીસ લૂંટનો ભેદ ઉકેળતા ચારેક શખ્સોની સંડોવણી ખુલી રહી હોવાની પણ વિગતો બહાર આવી રહી છે.

- text

- text