સામસામે ટ્રક ધડાકાભેર અથડાતા એકનું મોત

- text


મોરબી – માળીયા હાઈવે પર ડીસન્ટ હોટલ નજીક વહેલી સવારે સામસામે ટ્રક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ટ્રક ડ્રાઈવર મહેબુબખાન મલેક(ઉ.૪૦) રહે-જી.પાટણનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ અકસ્માત ના પગલે કલાકો સુધી હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ મામલે ટ્રક માલિક વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ જોશીએ માળિયા પોલીસ મથકમાં જીજે ૧૮ એયુ ૮૦૧૨ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

- text

- text