અમદાવાદ બ્રહ્મસમાજ દ્વારા બાળકો માટે હળવદ પદયાત્રા યોજાઈ

- text


હળવદના મંદિરો, સતી-સુરાઓની પૌરાણિક જગ્યાઓ જોઈ બાળકો અભિભૂત

હળવદ : તાજેતરમાં હળવદ-અમદાવાદ બ્રહ્મ સમાજ દ્વારા સમાજના બાળકો માટે તપોભૂમિ હળવદની પદયાત્રા યોજવામાં આવી હતી.
ઐતિહાસિક મંદિરો,પાળિયા,સતી-સુરાઓની જગ્યા અને ભુદેવની ભૂમિ ગણાતા હળવદમાબ્રહ્મસમાજ ના 12થી 20 વર્ષના બાળકો માટે ખાસ હળવદ દર્શન ટુર યોજવામાં આવી હતી જેમાં બાળકોને ઐતિહાસિક ભવાની ભૂતેશ્વર મંદિર,સ્મશાનમાં આવેલ નિલકન્થ મહાદેવ,મોચી જ્ઞાતિના સ્ટીમમંદિર,ગૌલેશ્વર મહાદેવ,વૈજનાથ મહાદેવ,બાબરાભૂતની જગ્યા,સાસુ-વહુના પાળિયા ગુપ્તભોંયરા સહિતની જગ્યાઓ દેખાડવામાં આવી હતી.
વધુમાં ટુર દરમિયાન હળવદ સઈ-સુથાર જ્ઞાતિ દ્વારા બાળકોનું ઉપવસ્ત્ર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ચંદ્રકાન્ત ઝાલા,અનિલભાઈ મિસ્ત્રી,ચમનભાઈ મિસ્ત્રી,કે,જી.પરમાર સહિતના જ્ઞાતિ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
હળવદ યાત્રામાં બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ જાની,વિક્રમભાઈ આચાર્ય,રાજુભાઇ દવે ,દીપકભાઈ જોશી સહિતના અગ્રણીઓ સાથ સહકાર આપવામાંઆવતા અમદાવાદ બ્રહ્મ સમાજના રક્ષાબેન મહેતા ચેતાનભાઈ જોશી વગેરેએ આભાર વ્યક્ત કર્યો હતો.

- text