સ્કોલરશીપની યોજનાનો ખોટા મેસેજથી તંત્ર અને વાલીઓ ધંધે લાગ્યા

- text


તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર દ્વારા આવી કોઈ યોજના બહાર પાડવામાં આવી નથી આથી વાલીઓ તેમજ વિધાર્થીઓએ ધક્કા ખાવા નહી.

મોરબી : સ્કોલરશીપની યોજનાનો ખોટો મેસેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેથી વાલીઓ અને વિધાર્થીઓને પાલિકા કચેરી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધક્કા ખાવા પડી રહ્યા છે. આથી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકાર દ્વારા આવી કોઈ યોજના બહાર પાડવામાં આવી નથી આથી વાલીઓ તેમજ વિધાર્થીઓએ ધક્કા ખાવા નહી.
મોરબીમાં ઘણા સમયથી સોશ્યલ મીડીયામાં એક મેસેજ ફરી રહ્યો છે જેમાં લખ્યું છે કે .ધો-૧૦ અને ધો-૧૨નાં વિધાર્થીઓ તથા વાલીઓ ધ્યાનથી વાંચો પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખાસ સ્કોલરશીપની યોજના જાહેર કરી છે. આ યોજનાનું નામ અબ્દુલ કલામ અને વાજપેયી યોજના છે. જે વિધાર્થીને ૪૫%થી વધારે હોય તેમને રૂ.૧૦ હજાર અને ૫૫% વધારે હોય તેમને ૨૫ હજારની સ્કોલરશીપ આપવામાં આવશે. આ માટે આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે ક્રોંપોરેશન કે નગરપાલિકામાં ફોમ મેળવવા સંર્પક કરવા જ્ણાવ્યું છે. આ મેસેજ વાયરલ થતાની સાથે જ વિધાર્થો પાલિકા કચેરીએ દોડી ગયા હતા. જો કે હાલમાં દરરોજ વિધાર્થીઓ અને વાલીઓ પાલિકા કચેરીએ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધક્કા ખાય છે. આવી કોઈ યોજના ન હોવાથી વિધાર્થીઓ અને વાલીઓ નિરાશ થઈને પાછા ફરે છે. આથી જિલ્લા શિક્ષણાધિકારીએ જ્ણાવ્યું છે કે, આ મેસેજ ખોટો છે. સ્કોલરશીપની જે કોઈ યોજના હોય છે તે શૈક્ષણિક સંકુલોથી જ મળી જશે. આમ સરકાર દ્વારા આવી કોઈ સ્કીમ બહાર પાડવામાં આવી નથી જેની નોંધ લેવી.

- text

 

 

- text