મોરબી : મચ્છુ-૨ કેનાલની સફાઈ જરૂરી

- text


ખાલીખમ કેનાલ પાણી વહેવાને બદલે પોલીથીન બેગ્સ અને દુર્ગંધ વહે છે : ચોમાસા પૂર્વે કેનાલમાંથી ગંદકી દૂર કરવી આવશ્યક

મોરબીના ભાગોળે આવેલી મચ્છુ-૨ કેનાલ સાફસફાઈનાં અભાવે ઉકરડામાં ફેરવાઇ ગઈ છે. આથી કચરાના ઢગલા થયા છે. ચોમાસુ નજીક હોવાથી ખેડૂતોને સિંચાઇ માટે દૂષિત પાણી મળે તેવી શક્યતા છે. આથી જવાબદાર તંત્ર ઝડપથી કેનાલની સફાઈ કરે તે અત્યંત જરૂરી છે.
મોરબીમાં વર્ષોથી સફાઈનો ગંભીર પ્રશ્ન ગંભીર છે. ત્યારે મોરબીની ભાગોળે આવેલા મચ્છુ-૨ કેનાલની વ્યવસ્થિત સફાઈ થતી નથી જેના કારણે કચરો જમા થઈ ગયો છે. પરિણામે કેનાલ પર કચરાનું આવરણ છવાઈ ગયું જોવા મળે છે. કેનાલમાં એઠવાડ અને પ્લાસ્ટીક બેગ સહિતના કચરાનો ખડકલો જોવા મળે છે. એઠવાડને કારણે પશુઓ પણ કેનાલમાં પેસી જાય છે. કેનાલમાં અમુક જગ્યાએ સિમેન્ટના પોપડા ખરી પડ્યાં છે તેમ છતાં તંત્ર આ તમાશા જોતું બેધ્યાન જોવા મળે છે. આ સમગ્ર ગંદકી ફેલાવવા પાછળ કેનાલની આસપાસનાં રહેવાસી જવાબદાર છે. જેઓ કેનાલમાં કચરો નાખી ગંદકીને આમંત્રણ આપે છે. કચરાને કારણે કેનાલમાંથી ભયંકર દુર્ગંધ આવે છે તેથી રોગચાળો ફેલાવાવની શક્યતા છે. આમ તો કેનાલની સમયસર સફાઈ કરવામાં આવે છે પરંતુ સફાઈમાં બેદરકારી રાખવામા આવતી હોવાથી યોગ્ય સફાઈ થતી નથી. પરિણામે મોટાભાગનો કચરો કેનાલમાં જ રહી જાય છે. આથી ખેડૂતોને સિંચાઇ માટે દૂષિત પાણી મળે છે. આ અંગે જવાબદાર તંત્ર કેનાલની યોગ્ય સફાઈ કરે તે ખૂબ જ જરૂરી છે.

- text

- text