મોરબી જિલ્લા માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી

- text


વાંકાનેર ના રાજવાડલા માં વીજળી પડતા એક નું મોત

મોરબી : મોરબી માં આજે આખો દિવસ બફારો રહ્યા બાદ રાત્રે વરસાદ ની એન્ટ્રી થઇ હતી, મોરબી શહેર ઉપરાંત જેતપર, મકનસર , ભરતનગર સહિત ના ગામો માં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

વાંકાનેર : વાંકાનેર માં આજ સાંજ થી મોસમ ના પહેલા વરસાદ ની ધમાકેદાર શરૂઆત થઈ હતી, અને જેતપરડા રોડ પાર મલ્ટી સ્ટોન સીરામીક માં ભારે પવન ના કારણે શેડ ધરાશાયી થતા 4 લોકો ને ઇજા પહોંચી હતી , બનાવ ની જાણ થતા મોરબી થી 2 રેસ્ક્યુ ટિમ પહોંચી હતી અને ઇજાગ્રસ્તો ને 108 મારફત હોસ્પિટલે ખસેડયા હતા. બનાવ ની જાણ થતાં ડે. કલેક્ટર મુછાર, જીતુભાઇ સોમાણી સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા . બીજા બનાવ માં રાજવડલા ગમે ફળીયા માં પડેલી કડબ ઢાંકવા જતા હનીફ ઉષ્માનભાઈ માણસિયા પાર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.

- text

ટંકારા : ટંકારા પંથક માં વરસાદી માહોલ ગાજ વિજ અને જોરદાર પવન સાથે વરસાદ નું આગમન થયુ હતું અને થોડા અમથા વરસાદ માં જ વીજળી ગુલ થઈ ગઈ હતી

માળિયા : માળિયા ના ઘાટીલા ખાખરેચી સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાના ચાલુ થયા સાથે તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી

- text