મોરબી : બાલ સુરક્ષા વિભાગ દ્વારા વર્કશોપ યોજાયો

- text


મોરબી : જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બાલ સુરક્ષા વિભાગ દ્વારા એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર આઈ. કે.પટેલ ના અધ્યક્ષ સ્થાને આ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. બાલ સુરક્ષા અંગે ની વિવિધ યોજના નો કેવીરીતે લાભ લેવો, બાળકોની કેવીરીતે સુરક્ષા કરવી અને તેને કાયદાના સંઘર્ષમાં આવતા કેવીરીતે રોકી શકાય તે માટે આ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલ કોન્ફરન્સ હોલ ખાતે આ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપ માં સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, બાલ સુરક્ષા વિભાગ ના રંજનબેન મકવાણા, RAC પી.જી. પટેલ, નાયબ પોલીસ અધિકારી, વિકાસ વિદ્યાલયના સંચાલકો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ આ વર્કશોપ માં હજાર રહ્યા હતા.

- text