Morbi: 5 વર્ષથી વોન્ટેડ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોડે પકડી પાડ્યો

- text


મોરબી: મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તારીખ 22 એપ્રિલના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીની સી.આર.પી.સી.કલમ 41(1) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.

- text

મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એન.પરમારના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના કર્મચારીઓ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જિજ્ઞાસા કણસાગરા, ચંદ્રકાંત વામજા તથા HC જયેશ વાઘેલાને મળેલી ખાનગી બાતમી આધારે આરોપી શાહીદ શેરમહોમદ (ઉ.વ.32)મેઉ રહે.ભુંડવાસ તા. ફીરોજપુર જી.નુહ (હરીયાણા) વાળો, જેને ઢુવા-માટેલ રોડ રોલસ્ટાર ગ્રેનીટો સીરામીકના કારખાના પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડયા,એસ.ઓ.જી. મોરબી સહિતના પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતા.

- text