Morbi: પાલિકાના ટ્રેક્ટરમાંથી પશુ અંગો રસ્તા પર ઠાલવતા હોવાની ફરિયાદ

- text


Morbi: મોરબી નગરપાલિકાના હુકમથી પશુના અંગોની ગંદકી ભરેલું ટ્રેક્ટર ખુલ્લું રાખી જાહેર રસ્તામાં નટરાજ ફાટકથી જુના રફાળેશ્વર રોડ નજરબાગ પાસે ઠાલવી રોગચાળો ફેલાવવામાં આવતો હોવાનો ગંભીર આરોપ કરી જાગૃત નાગરિકે આવી ગંદકી ફેલાવતી અટકાવવા પગલા લેવા પાલિકા સમક્ષ માંગ કરી છે

- text

માળિયા વનાળીયા મોરબી-2માં રહેતા જાગૃત નાગરિક રામજીભાઈ ચાવડાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકાના હુકમથી આરોગ્યને જોખમી બનાવતી ગંદકી અવારનવાર પશુના અંગોની ગંદકી ભરેલ ટ્રેક્ટર મોરબી પાલિકા દ્વારા જ નટરાજ ફાટકથી જુના રફાળેશ્વર રોડ નજરબાગથી માળિયા વનાળીયામાં ખાલી કરાય છે. આજે તારીખ 22 એપ્રિલના રોજ પણ પશુ અંગો ભરેલ ટ્રેક્ટર નજરબાગ ફાટકથી જાહેર રોડમાં ઠાલવતા જોવા મળ્યું હતું. પશુ અંગની ગંદકી જાહેર રોડમાં ઠાલવતા ઠાલવતા ટ્રેક્ટર પસાર થતું જોવા મળ્યું હતું. જેથી રોગચાળાનો ભય ઉભો થયો છે. જેથી આવા પશુ અંગની ગંદકીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text