છત્તીસગઢના રેપ કેસનો આરોપી વાંકાનેરથી ઝડપાયો 

- text


વાંકાનેર : છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ સ્ટેશનના રેપ કેસના આરોપી વીશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર ઉ.વ.૨૩ રહે હાલ-માટેલ રોડ,અમરધામ પાસે ઓરડીમાં ભાડેથી તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ- મનેન્દ્રગહ થાના-જગરાખંડ જી.મનેનાગઢ રાજ્ય-છત્તીસગઢ વાળાને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પકડી પાડી કાર્યવાહી માટે છત્તીસગઢ રાજ્યના જંગરાખંડ પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

- text

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એલ.એ.ભરગા, સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અઘારા, ચમનભાઇ ચાવડા, પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, સ્વીભાઈ કલોત્રા તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

- text