મોરબીના સાપર નજીક 100 લીટર દેશીદારૂ સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


મોરબી : મોરબી તાલુકાના સાપર ગામે પાવડીયારી કેનાલ પાસેથી મોરબી એલસીબી પોલીસે મૂળ અમદાવાદના આરોપી સુમિત જયેશભાઇ થળોદાને રૂપિયા 2000ની કિંમતના 100 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દેશી દારૂનો આ જથ્થો આરોપી ઇકબાલ ગુલમામદ ઉર્ફે ગુલામ માણેક રહે.વિશિપરા, મોરબી વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા એલસીબી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text