મોરબીમાં ભેળસેળીયું ઘી વેંચતા બે વેપારી તંત્રની ઝપટે 

- text


ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા બે વેપારીને ત્યાં નમૂના લઈ 50 કિલો ઘી જપ્ત કરાયું 

મોરબી : મોરબામાં શુદ્ધ ઘીના નામે નકલી ભેળસેળીયું ઘી વેચવામાં આવતું હોવાની ફરિયાદને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બે સ્થળેથી નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપી શંકાસ્પદ 50કિલોગ્રામ ઘી સીઝ કર્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાગૃત નાગરિક દ્વારા મોરબી શહેરમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળીયું ઘી વેચવામાં આવતું હોવાની ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગને કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા મેઈન બજારમાં આવેલ પાયલ સીંગ સેન્ટર તેમજ નહેરૂગેઈટ પાસે આવેલ આબીદ એચ.અંદાણી નામની પેઢીમાંથી નમૂના મેળવી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવાની સાથે 50 કિલોગ્રામ શંકાસ્પદ ઘી સીઝ કર્યું હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.

- text