સીસીટીવી સુપર સુપરવાઈઝર સાબિત : બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા 3 ઝપટે 

- text


મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ ત્રણેય વિદ્યાર્થીઓનો રિપોર્ટ કર્યો : બે કાપલી સાથે અને એક પેપર બદલતા નજરે પડ્યો 

મોરબી : તાજેતરમાં જ પૂર્ણ થયેલ ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લામાં એકપણ કોપી કેસ નોંધાયો ન હતો પણ સીસીટીવી સુપર સુપરવાઈઝર સાબિત થયા હોય તેમ સીસીટીવી ફુટેજની ચકાસણીમાં 3 વિદ્યાર્થોઓ ગેરરીતિ કરતા ઝડપાઇ જતા જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડમાં રિપોર્ટ કર્યો છે.

મોરબી જિલ્લામાં ધોરણ-10 ણ 12ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણીમાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં ધો. 10માં કુલ 10 પરીક્ષા કેન્દ્રોમાં, 45 બિલ્ડિંગોમાં 442 બ્લોકમાં 1098 રીપીટર સહીત 12765 વિદ્યાર્થીઓએ, જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ કેન્દ્રો 9 બિલ્ડિંગમાં 99 બ્લોકમાં 92 રીપીટર સહીત 1932 વિદ્યાર્થીઓએ અમે ધો 12 સામાન્ય પ્રવાહમાં ચાર કેન્દ્રો 25 સ્થળે 239 બ્લોકમાં પરીક્ષા યોજાઈ હતી. જેમાં 570 રીપીટર સહીત 7257 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હતા. આ તમામ કેમેરાની ચકાસણી પુરી થઇ ગઈ છે અને ચકાસણી દરમ્યાન ધો. 12 સામાન્ય પ્રવાહમાં એક વાંકાનેરમા અને બે મોરબીમાં મળી ત્રણ વિદ્યાર્થીઓ ચોરી કરતા નજરે પડ્યા હતા. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રવીણભાઈ અંબરીયાએ જણાવ્યું હતું કે આ ત્રણ વિદ્યાર્થીમાથી એક પેપર અદ્દલ બદલી કરતા અને બે કાપલી સાથે સીસીટીવીમાં જોવા મળ્યા હતા. આ અંગેનો રિપોર્ટ વડી કચેરીને મોકલી આપ્યો છે. ત્યાંથી હીયરીંગ કરી નિર્ણય લેવાશે.

- text