તા.25 એપ્રિલ સુધીમાં રાશનકાર્ડ સાથે ઈ-શ્રમ કાર્ડ લિંક કરાવી લેવા આદેશ 

- text


મોરબી : મોરબી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા એનએફએસએ રેશનકાર્ડ ધારક સહીત તમામ રેશનકાર્ડ ધારકોને તા.25 એપ્રિલ સુધીમાં પોતાના રાશનકાર્ડ સાથે ઈ-શ્રમ કાર્ડ લિંક કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે.

- text

રાજ્ય સરકારની સુચના મુજબ દરેક ઈ-શ્રમ કાર્ડધારકોએ પોતાનું ઈ-શ્રમ કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક કરાવવુ ફરજિયાત છે. મોરબી જિલ્લામાં કુલ 14,274 ઇ-શ્રમ કાર્ડધારકો આવેલા છે. જેમાં 6800 જેટલા ઈ-શ્રમ કાર્ડધારકોના ઈ-શ્રમ કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક થયેલા છે. આશરે 7500 જેટલા લોકોને ઈ-શ્રમ કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક કરવાના બાકી છે. જેથી ઈ-શ્રમ કાર્ડધારકોએ પોતાનું ઈ-શ્રમ કાર્ડ અને રાશન કાર્ડ લઇ નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરી 25 એપ્રિલ સુધીમાં લિંક કરાવી લેવા જીલ્લા પુરવઠા અધિકારીએ તાકીદ કરી છે. જે બહારના જિલ્લાવાસીઓ મોરબીમાં ઈ શ્રમ કઢાવ્યું હોય તે પણ આ પ્રક્રિયા દ્વારા રાશનકાર્ડ લિંક કરાવી શકે છે

- text