મોરબીમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરનાર વધુ એક ઝડપાયો

- text


સાયબરક્રાઇમ પોલીસ ટીમે રાજસ્થાની શખ્સને પકડી પાડ્યો

મોરબી : શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીડી કરતા ગુન્હામાં સંડોવાયેલ વધુ એક આરોપીઓને મોરબી સાયબર ક્રાઈમ ટીમે રાજસ્થાનથી પકડી પાડ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ મોરબીના કિશનભાઈ કાવર નામના વ્યક્તિને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fapgos com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ હતી. આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/- નું ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ. બાદ ફરીયાદી પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આ કામના આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે ગુનો દાખલ થયેલ હતો.

- text

આ ગુન્હામાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ગુન્હાના મુળ સુધી જઈ ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરતા આરોપી સુનય દીનેશચંદ્ર શાહ રહે. આનંદપુરી, બાસવાડા, રાજસ્થાન વાળાને સાયબરક્રાઇમ પોલીસ ટીમે પકડી પાડેલ છે.

આ કામગીરીમાં પીઆઇ એન.આર.મકવાણા, પીએસઆઇ યુ.એસ.બારોટ તથા સાયબર ક્રાઈમ પોલીસ ટીમ મોરબી દ્વારા કરવામાં આવી હતી.

- text