મોરબીની મેઘાણીવાડી શાળાના શિક્ષક વયનિવૃત થતા સન્માન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની મેઘાણીવાડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને પ્રસિદ્ધ હાસ્યલેખક ડૉ. અમૃત કાંજિયા ચાલુ સત્રાંતે વયનિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા આજે તા.12 એપ્રિલ 2024ના વિદાય સન્માન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિક્ષક અને હાસ્ય લેખક ડૉ. અમૃત કાંજિયાનું પ્રદાન પ્રા. શિક્ષણ ઉપરાંત હાસ્યસાહિત્યમાં 5 નિબંધસંગ્રહો, 2 અનુવાદિત બુક, GIET માં 8 કાર્યક્રમો, પ્રૌઢશિક્ષણ માટે 6 રેડિયો નાટ્ય સ્ક્રિપ્ટ, ઉપરાંત 27 જેટલા આકાશવાણી કાર્યક્રમો જેવી રસની પ્રવૃત્તિ રહી છે. તેઓ સંદેશના ‘સ્ત્રી’ મેગેઝીનમાં 6 વર્ષ હાસ્ય વ્યંગ આર્ટિકલ લખ્યા છે. છેલ્લા 24 વર્ષથી ઉમિયા પરિવારમાં એમના હાસ્યવ્યંગ લેખો પ્રકાશિત થાય છે.

- text

આ પ્રસંગે અધ્યક્ષસ્થાને ઉપસ્થિત આંબાવાડી સી. આર. સી. કૉ ઓર્ડિનેટર બાબુલાલ દેલવાડિયાએ એમની સાથેના સંસ્મરણો કહ્યા હતા. તેમજ આચાર્ય ધીરુભાઈ જાકાસણીયા તેમજ રજનીબેન વાંસજાળીયાએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળા સ્ટાફ અને બાળકો દ્વારા ખૂબ જ ભાવપૂર્વક અને લાગણીસભર વિદાયસન્માન અર્પણ કરાયું હતું.

- text