સિરામિક નગરી મોરબીની પોસ્ટ ઓફિસનો પન્નો ટૂંકો પડ્યો, ઓછા કાઉન્ટરના કારણે લોકોને હાલાકી

- text


50 જેટલી સેવાઓ માટે માત્ર 8 જ કાઉન્ટર, દરરોજના 1200 જેટલા અરજદારોનો ઘસારો

મોરબી : મોરબીની મેઈન પોસ્ટ ઓફિસ આમ તો રાજાશાહી સમયથી કાર્યરત છે. પરંતુ હવે મોરબીની વસ્તી પણ વધી છે અને વિસ્તાર પણ વધ્યો છે. અને સાથે પોસ્ટ ઓફિસમાં વિવિધ યોજનાઓનો પણ વધારો થયો છે પરંતુ આ પોસ્ટ ઓફિસમાં જે પ્રાથમિક સુવિધા હોય તેનો અભાવ જોવા મળે છે જેમાં પૂરતી બેસવાની વ્યવસ્થા, આ ઉપરાંત એક કામ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે વગેરેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે

મોરબીની પરા બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ રાજાશાહી સમયથી કાર્યરત છે. હાલ પોસ્ટ ઓફિસમાં અંદાજે 1 લાખ જેટલા ખાતેદારો છે મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા રજીસ્ટર એડી, સ્પીડ પોસ્ટ, પાર્શલ, ઇન્ટરનેશનલ પાર્શલ, મની ઓર્ડર, સ્ટેમ્પ પેપર,પોસ્ટ ટીકીટ, ઈ પેમેન્ટ, ગવર્મેન્ટ પરીક્ષાના ચલણ, આધાર કાર્ડ, પોસ્ટલ સેવિંગ બેન્ક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પીએમ કિશાન સન્માન નિધિ યોજના, અટલ પેન્શન, વીમા સુરક્ષા, જનરલ ઈન્સ્યુરન્સ, સહિતની 50 થી વધુ સેવાઓ પોસ્ટ દ્વારા પુરી પાડવામાં આવે છે જેનો દરરોજ 1200 જેટલા લોકો લાભ લેવા માટે આવે છે. ત્યારે આ બધી સેવા માટે પોસ્ટ ઓફિસમાં માત્ર 8 કાઉન્ટર જ ઉપલબ્ધ છે. જેના કારણે લોકોને કામ માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રેહવું પડે છે. જે કામ 5 મિનિટમાં થવું જોઈએ તેના માટે અડધી કલાકથી વધારાનો સમય લાગે છે. આથી હવે પોસ્ટ ઓફિસની જગ્યા ટૂંકી પડે છે. લોકોની હાલાકી દૂર પોસ્ટ ઓફિસની જરૂરિયાત હોવાનું લોકો જણાવી રહ્યા છે

મોરબીમાં કાઉન્ટર ઓછા હોવા અંગે પોસ્ટ માસ્તર પરાગ વસંતે જણાવ્યું હતું કે પોસ્ટની વિવિધ યોજનાઓ માટે હાલ 8 જેટલા કાઉન્ટર છે, વધારાના 4-5 કાઉન્ટર વધારવા માટે વડી કચેરીને બે મહિના પહેલા જ બે વખત રિપોર્ટ કરી આપવામાં આવ્યો છે.

નવા આધાર કાર્ડ કઢાવવા માટે આખા મોરબીમાં 5 લાખની વસ્તી માટે મુખ્ય પોસ્ટ ઓફિસમાં જ કામગીરી કરવામાં આવે છે. આથી 60 થી વધુ લોકો લોકો પોસ્ટ ઓફિસે આધાર કાર્ડ કઢાવવા માટે આવે છે. તેઓ સવારના સાત વાગ્યાથી લાઈનમાં ઉભા રહે ત્યારે એક જ આધાર કીટના કારણે બે -ત્રણ કલાકે તેમનો વારો આવે છે. આ અંગે પોસ્ટ માસ્તરે જણાવ્યું હતું કે બીજી કીટ માટેની માંગણી કરી છે અને અમે અહીં આવતા તમામ લોકોનો વારો લઇ લઈએ છે.

- text

મોરબીની પોસ્ટ ઓફિસમાં 50 થી વધુ સેવાઓ માટે 28 જેટલો સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ માત્ર 16 લોકોથી ગાડું ગાબડાવવામાં આવે છે જયારે ટપાલ વિતરણ માટે 42 ના સ્ટાફ સામે 16 જ સ્ટાફ હોવાથી સ્ટાફ પર વધુ કામનું ભારણ પણ રહે છે. જેનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે.

- text