Morbi: 21 એપ્રિલે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધા યોજાશે

- text


આ સ્પર્ધા થકી જરૂરિયાતમંદ મહિલાઓને મહેંદી- બ્યૂટી પાર્લરના કોર્સ ફ્રીમાં શીખવવા ફંડ એકત્ર કરાશે

Morbi: મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આગામી તારીખ 21 એપ્રિલના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દીકરીઓ અને મહિલાઓને મહેંદી અને બ્યૂટી પાર્લરના કોર્સ ફ્રીમાં શીખવવા માટે ફંડ એકત્ર કરવા માટે આ મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું છે.

- text

આ સ્પર્ધા 21 એપ્રિલના રોજ સાંજે 4 થી 6 કલાકે મોરબીના શનાળા રોડ પર સાવસર પ્લોટમાં કિશોર નમકીનની સામે આવેલા 13/14 સારડા હાઉસ ખાતે યોજાશે. જેમાં રજિસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. 19 એપ્રિલ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. સ્પર્ધા બાદ સાંજે 6 થી 7 દરમિયાન ઈનામ વિતરણ કરાશે.
રજિસ્ટ્રેશન માટે રંજના સારડા (મો.નં. 9726599930) અથવા કવિતા મોદાની (મો.નં. 7284842189) અથવા નમ્રતા બંસલ (મો.નં. 9662484309) અથવા જ્યોતિ શર્મા (મો.નં. 966251536)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text