પાટીદાર મહા સંમેલન : મોરબીની અસ્મિતા ઉપર ઘા, છતાં માફી માંગે તો માફ કરવા તૈયાર : કૌશિક રાબડીયા

- text


મોરબી : મોરબીના બાપાસીતારામ ચોકમાં આજે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં પાટીદાર સમાજનું મહા સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં અનેક અગ્રણીઓએ સ્ટેજ ઉપરથી સંબોધન કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશિક રાબડીયાએ જો માફી માંગવામાં આવે તો માફ કરી દેવાની પણ જાહેરાત કરી છે.

સૌરાષ્ટ્ર પાટીદાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશિક રાબડીયાએ જણાવ્યું કે મોરબી પાટીદાર સમાજ દરેક જગ્યાએ દાન આપ્યું છે. એટલે આ સમાજને ઓછો ન આંકવો, આપણે કોઈને માફી મંગાવીને મોટા નથી થવું. પરંતુ આપણાં સમાજ સામે ખોટી આંગણી ચીંધવામાં આવી છે તેના કારણે આપણે આ બધું કરવાની જરૂર પડી છે. કાજલ હિન્દુસ્તાની માફી માંગી લે તો પટેલ સમાજ પણ ખેલદિલીથી માફ કરી દેશે. આ મોરબીની અસ્મિતા ઉપરનો ઘા છે. પાટીદાર સમાજ એ અઢારેય વરણની સાથે રહીને કઈક આપવામાં માનનારો સમાજ છે.

- text

- text