કાજલ હિન્દુસ્તાનીના વાયરલ વીડિયો મામલે મોરબી પોલીસની સ્પષ્ટતા

- text


મોરબી જિલ્લામાં આવો કોઈ બનાવ પોલીસના ધ્યાને નથી આવ્યોઃ ડીવાયએસપી સમીર સારડા

Morbi: છેલ્લા કેટલાક દિવસથી કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાજલ હિન્દુસ્તાની મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતાને લઈને વિવાદિત ભાષણ આપી રહી છે. કાજલ હિન્દુસ્તાનીના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આજે રાત્રે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં મહાસંમેલન પણ બોલાવાયું છે. ત્યારે આ સમગ્ર ઘટના અંગે મોરબી જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) સમીર સારડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી.

- text

મોરબીના ડીવાયએસપી એસ.એચ. સારડાએ જણાવ્યું કે, હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, મોરબી જિલ્લાની એક જ કોલેજની એક જ સમાજની સાત દીકરીઓને વિધર્મીઓ ભગાડી ગયા છે. ત્યારે આવો કોઈપણ કિસ્સો મોરબી પોલીસ સ્ટેશનમાં નોંધાયો નથી. મોરબીમાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા પોલીસ માટે પ્રાથમિકતા છે. જ્યારે પણ મહિલાઓ કે દીકરીઓ પર અત્યાચારનો કિસ્સો પોલીસના ધ્યાને આવે છે ત્યારે ગુનો દાખલ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી જેલ હવાલે કરાયા છે. જ્યારે જ્યારે આવા કિસ્સા બને ત્યારે મોરબી પોલીસે ગંભીરતા લઈ યોગ્ય કાર્યવાહી કરતી હોય છે. જેથી નાગરિકોએ કોઈએ ડરવાની જરૂર નથી. ભવિષ્યમાં પણ આવા બનાવો બનશે ત્યારે ત્વરિત ન્યાય અપાવવામાં માટે મોરબી પોલીસ કટિબદ્ધ છે.

- text