મોરબી ABVP ટીમે પક્ષીઓ માટે કરી સરાહનીય કામગીરી

- text


શહેરની વિવિધ જાહેર જગ્યાઓ પર પક્ષીઓ માટે પીવાનાં પાણીના કુંડા મૂક્યા

Morbi: શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નાં કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ SFD સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ આયામ અંતગર્ત મોરબી શહેરની વિવિધ જાહેર જગ્યાઓ પર પક્ષીઓ માટે પીવાનાં પાણીના કુંડા મૂકવામાં આવ્યા હતા.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મોરબી શાખા દ્વારા આજ રોજ SFD સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ અંતર્ગત મોરબી શહેરની વિવિધ જાહેર જગ્યાઓ જેવી કે, કેશરબાગ, સરદાર બાગ, સૂરજ બાગ, L.E. કૉલેજ કેમ્પસ અને હોસ્ટેલ તથા L.E. Polytechnic કેમ્પસ જેવી જગ્યાઓ પર પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડા મૂકવામાં આવ્યા હતા.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

- text

- text