જુના ચોપડા પસ્તીમાં આપી તેમાંથી ચકલાની ચણ આપતા રવાપર તાલુકા શાળાના બાળકો

- text


મોરબી : પ્રકૃતિપ્રેમી રવાપર તાલુકા શાળાના બાળકોએ “Save Bird “….”Save Earth” નું સ્લોગન ખરા અર્થમાં સાર્થક કર્યું છે. પોતાને મળતા પાઠ્યપુસ્તક જુના થતા પસ્તીમાં આપી તેમાથી મળેલ રાશિનો ઉપયોગ ચકલાની ચણ તેમજ પોતાની ઘરે પક્ષી માટે પાણીના કુંડા, પક્ષીના માળાની ગોઠવી કરી મોરબી વાસીઓને પ્રકૃતિની જાળવણીની સાચી દિશા ચીંધેલ છે.

બાળકો દાદા, દાદી સાથે નાની ઉંમરે કીડીયારું પુરવા જાય છે. તેમજ દર વર્ષે શાળામાં મળતા માર્ગદર્શન થકી ફૂલછોડ અને વૃક્ષો વાવી વાતાવરણનું તાપમાન અને ઓક્સિજનનું પ્રમાણ જાળવી ધરતી માતાનું ઋણ ચૂકવે છે.

- text

- text