03 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 03 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ નોમ, વાર બુધ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1922 – જોસેફ સ્ટાલિનને સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

1973 – ન્યુયોર્ક,અમેરિકામાં, પ્રથમ સેલ ફોન કોલ કરાયો.

1984 – સોયુઝ ટી-૧૧ અવકાશયાન દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યું.

2001 – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત પહોંચ્યા, ભારત અને ડેનમાર્ક વચ્ચે ચાર વર્ષ પછી ફરી વાતચીત થઈ.

2002 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની જનમત યોજનાને કેબિનેટની મંજૂરી મળી.

2006 – નેપાળમાં માઓવાદીઓએ યુદ્ધવિરામની જાહેરાત કરી.

2007- દિલ્હીમાં 14મી સાર્ક પરિષદશરૂ થઈ.

2008 – પ્રકાશ કરાત ફરીથી CPI(M)ના મહાસચિવ તરીકે ચૂંટાયા. મેધા પાટકરને રાષ્ટ્રીય ક્રાંતિવીર પુરસ્કાર મળ્યો.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1781 – સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક તથા ઇષ્ટદેવ (અ. ૧૮૩૦)

1870 – અમૃતલાલ પઢિયાર, ગુજરાતી ભાષાના લેખક (અ. ૧૯૧૯)

1890 – શચીન્દ્રનાથ સાન્યાલ, ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી (એચઆરએ)ના સહ-સ્થાપક (અ. ૧૯૪૨)

1903 – કમલાદેવી ચટ્ટોપાધ્યાય, ભારતીય સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની તથા ભારતીય હસ્તકલાના ક્ષેત્રમાં પુનરુત્થાન લાવનારા ગાંધીવાદી મહિલા (અ. ૧૯૮૮)

1903 – મણિબેન પટેલ, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી (અ. ૧૯૯૦)

1914 – જનરલ સામ માણેકશા, ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી, જેમના નેતૃત્વમાં ભારતે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ જીત્યું હતું. (અ.૨૦૦૮)

1918 – ઓલેસ ગોનચર – પ્રખ્યાત યુક્રેનિયન લેખક અને નવલકથાકાર.

1929 – નિર્મલ વર્મા – લેખક

1931 – મન્નુ ભંડારી – લેખક

1943 – દિલીપ ઝવેરી, ગુજરાતી ભાષાના કવિ, અનુવાદક, નાટ્યકાર, સંપાદક અને ચિકિત્સક

1949 – સોમ પ્રકાશ – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.

1952 – રવીન્દ્ર નારાયણ રવિ – બિહારના રાજકારણી.

1954 – ડૉ. કે.કે. કૃષ્ણસ્વામી – રાજકારણી અને ફિઝિશિયન.

1955 – હરિહરન – ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક અને પ્લેબેક સિંગર.

1958 – જયા પ્રદા – હિન્દી ફિલ્મોની અભિનેત્રી અને રાજકારણી.

1965 – નાઝિયા હસન, પાકિસ્તાની પોપ ગાયિકા.(અ. ૨૦૦૦).(જેમણે “કુરબાની”નું પ્રસિદ્ધ ગાયન ‘આપ જૈસા કોઇ મેરી…’ ગાયેલું.)

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1325 – નિઝામુદ્દીન ઓલિયા – ચિશ્તી સંપ્રદાયના ચોથા સંત. (જ. ૧૨૩૮)

1680 – શિવાજી – મરાઠા સામ્રાજ્યના સ્થાપક. (જ. ૧૬૩૦)

1989 – વિષ્ણુ સહાય – અસમ અને નાગાલેન્ડના રાજ્યપાલ હતા.

1998 – હરકિસન મહેતા, ગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક (જ. ૧૯૨૮)

2010 – અનંત લાગુ – ઇન્ડિયન કોમ્યુનિસ્ટ પાર્ટીના છ સ્થાપક સભ્યો પૈકીના એક હતા.

2017 – કિશોરી અમોનકર – હિન્દુસ્તાની શાસ્ત્રીય પરંપરાના અગ્રણી ગાયકોમાંના એક અને જયપુર ઘરાનાના અગ્રણી ગાયિકા.

2021 – રાધેશ્યામ ખેમકા – પ્રખ્યાત પત્રકાર અને લેખક હતા.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)