મોરબીનો નામચીન બુટલેગર પાસા હેઠળ ભાવનગર જેલમાં ઘકેલાયો

- text


મોરબી : મોરબીમાં વિદેશી દારૂના ગુન્હામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલા શખ્સને પાસ તળે જેલ ભેગો કરવા પોલીસે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવતા આ નામચીન શખ્સને તાકીદે પકડી પાડી એલસીબી ટીમે ભાવનગર જેલમાં મોકલી આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં વિદેશી દારૂનું વેચાણ કરવાના કેસના અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલા સાગર કાંતિલાલ પલાણ નામના બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલવા જિલ્લા પોલીસ વડા દ્વારા દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજુર કરવામાં આવતા ગઈકાલે મોરબી એલસીબી ટીમે પાસા વોરંટની બજવણી કરી આરોપી સાગર કાંતિલાલ પલાણને પકડી પાડી ભાવનગર જેલ હવાલે કર્યો હતો.

- text

- text