મોરબીમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


કોમનમેન ફાઉન્ડેશન મોરબી દ્વારા કરાયું આયોજન

મોરબી : શહેરની પીજી પટેલ કોલેજ ખાતે તારીખ 29 માર્ચના રોજ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત 15 વર્ષથી મોટી ઉંમરના બહેનો માટેની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે રવિન્દ્ર ત્રિવેદી તેમજ સાથી નિર્ણાયક ડો.અનિલ કંસારા રહ્યા હતા.

વ્યસન મુક્તિ અંગે યોનાયેલ આ સ્પર્ધામાં વિધી પંડ્યા, પૂજા ભેંસદડિયા, પ્રાચી વાગરેકર, અવની વાઢેર, નીધી મહીજીડીયા વિજેતા બન્યા હતા. આ પ્રસંગે કોમનમેન ફાઉન્ડેશનના સુપ્રીમો ડો સતિષભાઈ પટેલ તથા અગ્રણીઓ ડો. રવિન્દ્ર ભટ્ટ, બરાસરા સર, આરતી રાંકજા, કાજલ ચંડિભમર, ધરતી બરાસરા, ભક્તિ કાનાણી, ડો હેમાંગ ઠાકર, દિપાલી આદેસરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

તમાકુ વાળા પાન, ફાકી અને માવા ખાવાથી શરીર પર થતી ઘાતક અસરો, પરિવારની થતી બરબાદી, તેમજ વ્યક્તિ તથા સમાજને તમાકુના વ્યસનમાંથી મુક્ત કરવાના ઉપાયો વગેરે વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

- text