મોરબીમાં પરસોતમ રૂપાલાના પૂતળાનું દહન કરનાર સાત યુવાનો સામે ગુન્હો નોંધાયો

- text


મોરબી : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અશોભનીય ટિપ્પણી બાદ ગામે – ગામ ઉઠેલા વિરોધ વચ્ચે શનિવારે મોરબીના કરણીસેનાના આગેવાનોએ સરદારબાગ સામે રૂપાલાનું પૂતળું બાળતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સાત આગેવાનો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અશોભનીય ટિપ્પણી બાદ શનિવારે કરણીસેના મોરબી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ બપોરના સમયે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી રૂપાલાના પૂતળાનું સરદારબાગ સામે દહન કરતા સીટી એ ડિવિઝન પોલીસે (૧)જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨)વનરાજસિંહ મુળરાજસિંહ જાડેજા (૩)રવિરાજસિંહ બાબભા જાડેજા (૪)જુવાનસિંહ સનતસિંહ જાડેજા (૫)યુવરાજસિંહ મહાવિરસિંહ ઝાલા (૬)કુલદીપસીંહ વનરાજસિંહ જાડેજા (૭)શકિતસિંહ ભાવસિંહ ચુડાસમા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી અટકાયતી પગલાં લીધા હતા.

- text

- text