મોરબી પાલિકાની કામગીરીને લઇ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, વિકાસ કામોના તપાસની માંગ

- text


મોરબી: મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચિખલીયા દ્વારા નગરપાલિકાની કામગીરી અંગે તપાસ કરવા પાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખના કહેવા મુજબ, નગરપાલીકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે અને 32 કરોડ જેવું સ્વભંડોળ હતુ તે કયાં વપરાયું છે. તેની તપાસ કરવાની માંગ કરી નગરપાલીકાના નાણાં ગેરવલ્લે ગયા છે તે તમામ નાણાંની વસુલાત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

મોરબી નગરપાલીકામાં 45-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે અને તે હેઠળ વાપરવામાં આવેલી ગ્રાન્ટની રકમ વસુલવામાં આવે અને નગરપાલીકાની તિજોરીમાં જમા કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

- text

તેમજ ભાજપ શાસનના વિકાસના કામોની તપાસ કરવામાં આવે અને જે કામ આજે કોઈ રીતે સુવિધાયુક્ત ન હોય તો તેવા કામોના ચુકવાણાના બીલની રકમ વસુલ કરવામાં આવે અને આવી એજન્સીઓને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવે. મોરબી શહેરમાં પંચાસર રોડ અને રવાપરમાં આર.સી.સી. રોડની કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત અન્ય કામો પણ થઈ રહ્યા હોય, કોઈ કામ ઉપર કામની વિગત દર્શાવતુ બોર્ડ લગાવવામાં આવ્યુ નથી. તો તાત્કાલીક આવી વિગત દર્શાવતા બોર્ડ લગાવવા. જેથી જનતા જાણી શકે કે રોડની કામગીરી કેવી થઈ રહી છે. રજૂઆતને પગલે યોગ્ય કાર્યવાહી નહી થાય તો, કોંગ્રેસ દ્રારા જન-આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

- text