મોરબીના વિસીપરામાં બે દરોડામાં દારૂની 4 બોટલ સાથે ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં ત્રણ શખ્સોને વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી લઈ રીક્ષા સહીત રૂપિયા 81 હજારથી વધુનો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

વિદેશી દારૂના પ્રથમ કેસમાં સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ સામેથી આરોપી ધર્મેંદ્રભાઇ જગદીશભાઇ ભડાણીયા અને આરોપી રમીઝભાઇ રફીકભાઇ બ્લોચને વિદેશી દારૂની વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવરની ત્રણ બોટલ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જયારે બીજા કિસ્સામાં પોલીસે વીસીપરા મેઇન રોડ વેલનાથ પાન સામેથી આરોપી કપીલભાઇ ઉર્ફે પ્રકાશભાઇ બચુભાઇ સનારીયાને સીએનજી રીક્ષા કિંમત રૂપિયા 80 હજાર વાળીમાં વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવરની દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ 80 હજારની રીક્ષા અને 300ની કિંમતની દારૂની બોટલ મળી 80.300નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text