ઇકો ડ્રાઈવરની પ્રમાણિકતા : મુસાફરને શોધી રોકડ અને દાગીના ભરેલો થેલો પરત કર્યો

- text


હળવદ : ચાંદીના ઘરેણા અને રોકડ રકમ ભરેલો થેલો ઇકો ચાલકે મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

‘કર ભલા તો હોગા ભલા’ વાક્યને ઈશ્વરે મહોર મારી હોય તેમ કહેવતમાં કહેવાયેલું સત્ય સાબિત કરતો કિસ્સો હળવદમાં બન્યો છે.હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા પ્રભાતભાઈ ઠાકોર વ્યવસાયમાં હળવદ મોરબી પાડે ઈકો ગાડી ચલાવે છે. ગઈકાલે શનિવારે મૂળ પાટણના સમી તાલુકાનો એક શ્રમિક પરિવાર હળવદના શિવપુર ગામે મજૂરી કામ કરવા માટે જવાનું હોય તેથી તેઓ ઇકો કારમાં હળવદથી સવાર થઈ માંડલ સુધી ગયા હતા. જોકે તેઓનો થેલો ઇકો કારમાં જ ભૂલી જતા પરિવારજનો પણ શોધખોળ કરી રહ્યા હતા.

- text

તેવામાં પ્રભાતભાઈ મોરબી પહોંચતા ઈકોમાં એક થેલો નજરે આવ્યો હતો અને અંદર જોયું તો ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ પણ હોય જેથી તેઓએ આ થેલો જેનો છે તેને આપી દેવો છે અને આખરે મૂળ સમી તાલુકાના અને હાલ શિવપુર ગામે મજૂરી કરતા કિશનભાઇ ઠાકોરનો આ થેલો હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેઓને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રભાતભાઈએ પૂરું પાડ્યું છે.

- text