આયુષ્યમાન ભવ: ! મોરબી જિલ્લામાં જન્મદર વધ્યો, મૃત્યુદર ઘટ્યો 

- text


વર્ષ 2022 માં ઝૂલતાપૂલ દુર્ઘટનાને કારણે મૃત્યુદર વધ્યાનું અનુમાન : સેકસ રેશિયોમાં પણ વધારો 

મોરબી : કોરોના મહામારીમાં મોરબી જિલ્લામાં મૃત્યુદરમાં જબ્બર ઉછાળો આવ્યા બાદ વર્ષ 2022 અને 2023 માં જન્મદરમાં વૃદ્ધિ થવાની સાથે મૃત્યુદરમાં ઘટાડો થયો હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર આકડા ઉપરથી ફલિત થઈ રહ્યું છે, સાથે જ મોરબી જિલ્લામાં બાળજન્મદરમાં વધારા સાથે સેકસ રેશિયોમાં પણ વધારો જોવા મળ્યો છે.

આરોગ્ય વિભાગના સતાવાર આકડા મુજબ વર્ષ-2022 માં હળવદમાં 1187, મળિયામાં 290, મોરબીમાં 7997, ટંકારામાં 297, વાંકાનેરમાં 2553 પુરુષ સહિત 12324 પુરુષ બાળકોનો જન્મ થયો હતો જેની સામે વર્ષ 2022 માં હળવદમાં 1150, મળિયામાં 224, મોરબીમાં 7239, ટંકારામાં 299, વાંકાનેરમાં 2286 સ્ત્રી સહિત 11198 સ્ત્રી બાળકોનો જન્મ થયો હતો. મોરબી જિલ્લામાં હળવદમાં કુલ 2337,માળીયામાં 514, મોરબીમાં 15236,ટંકરામાં 596, અને વાંકાનેરમાં 4839 સહિત કુલ 23,522 બાળકોનો જન્મ થયો હતો અને સેકસ રેશિયો 1000 પુરુષો સામે 908.63 સરેરાશ જળવાઇ રહ્યો હતો.

વર્ષ 2023 માં જોવામાં આવે તો હળવદ 1400, માળીયા 241,મોરબીમાં 8133, ટંકારામાં 277 અને વાંકાનેરમાં 2559 સહિત જિલ્લામાં કુલ 12610 પુરુષ બાળકોનો જન્મ થયો હતો. જ્યારે સ્ત્રી બાળકોની સંખ્યા જોઈએ તો હળવદમાં 1283, માળીયામાં 224, મોરબીમાં 7672, ટંકારામાં 299 અને વાંકાનેરમાં 2256 સહિત જિલ્લામાં કુલ 11734 સ્ત્રી બાળકોનો જન્મ થયો હતો. જિલ્લામાં વર્ષ 2023 માં કુલ બાળકોના જન્મના અકડા જોઈએ તો હળવદમાં 2683, માળીયામાં 465, મોરબીમાં 15805, ટંકારામાં 576, વાંકાનેરમાં 4815 સહિત જિલ્લામાં કુલ 24344 બાળકોનો જન્મ થયો હતો જે વર્ષ 2022 ની તુલનાએ 822 બાળકો વધુ જન્મયા છે.

- text

એ જ રીતે મોરબી જિલ્લામાં મૃત્યુદરના આંકડા જોઈએ તો વર્ષ 2022માં હળવદમાં 636, માળીયામાં 281, મોરબીમાં 1897,ટંકારામાં 283 અને વાંકાનેરમાં 798 સહિત જિલ્લામાં 3895 પુરુષોના મૃત્યુ થયા હતા. જ્યારે હળવદમાં 362 માળીયામાં 183 મોરબીમાં 1358 ટંકારામાં 212 અને વાંકાનેરમાં 569 સહિત કુલ 2684 સ્ત્રીઓના મૃત્યુ નિપજ્યાં હતા. મોરબી જિલ્લામાં વર્ષ 2022 માં કુલ મૃત્યુનો આંકડો જોઈએ તો હળવદમાં 998, માળીયામાં 464, મોરબીમાં 3255, ટંકારામાં 495 અને વાંકાનેરમાં 1367 સહિત જિલ્લામાં 6579 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.

વર્ષ 2023 ના મોરબી જિલ્લાના મૃત્યુના આંકડા જોવામાં આવે તો હળવદમાં 586, માળીયામાં 290, મોરબીમાં 1833, ટંકારામાં 243, વાંકાનેરમાં 801 સહિત જિલ્લામાં 3753 પુરુષો અને સ્ત્રી મૃત્યુમાં હળવદમાં 373,માળીયામાં 181, મોરબીમાં 1320, ટંકારામાં 200 અને વાંકાનેરમાં 521 સહિત કુલ 2595 સ્ત્રીઓના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે કુલ મૃત્યુના આંકડા જોઈએ તો મોરબી જિલ્લામાં હળવદમાં 959, માળીયામાં 471, મોરબીમાં 3153, ટંકારામાં 443 અને વાંકાનેરમાં 1322 સહિત જિલ્લામાં કુલ 6348 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા જે વર્ષ 2022 ની તુલનાએ 231 ઓછા છે, એટલે કે મોરબીમાં મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે.

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં સ્ત્રી જન્મ દર સૌથી ઊચો છે, 

મોરબી જિલ્લામાં વર્ષ 2022 અને 2023 ના જન્મદરના આંકડા જોતાં સમગ્ર જિલ્લામાં એકમાત્ર ટંકારા તાલુકામાં જ પુરુષોની સરખામણીએ સ્ત્રી જન્મદર ઊચો છે, વર્ષ 2022 માં ટંકારા તાલુકામાં 1000 પુરૂષોએ સ્ત્રી જન્મદર 1007 રહ્યો હતો જ્યારે વર્ષ 2023 માં ટંકારામાં આ આંકડામાં વધારા સાથે 1000 પુરુષ બાળકોના જન્મ સામે સ્ત્રી બાળ જન્મ્યા હતા જે ખૂબ જ સારી બાબત છે.

- text