Morbi : રહિશો દ્વારા પંચાસર રોડ પર ચક્કાજામ, તાત્કાલિક ધોરણે પગલા લેવા લોકમાગ

- text


મોરબી : મોરબી શહેરમાં આવેલા પંચાસર રોડ પર રહેવાસીઓ દ્વારા રોડ-રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાના અભાવે રસ્તા પર દુધના કેરેટ મુકીને રોડ બ્લોક કરવામાં આવ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, પંચાસર રોડ પર દોઢ મહિનાથી એક સાઇડનો રોડનુ ખોદકામ કરેલુ છે. જેનાથી પંચાસર વિસ્તારમાં આવેલી 30 સોસાયટીવાળા લોકોને દરરોજ ટ્રાફિક તેમજ ગટર ઉભરાવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ હાલાકી વિશે અધિકારીઓને રજુઆત કરી હોવા છતા કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.

આગામી દિવસોમાં જો આ પંચાસર વિસ્તારની સમસ્યાનુ સમાધાન નહીં થાય તો, રહેવાસીઓ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સમસ્યાઓને પગલે રોષે ભરાયેલા રહેવાસીઓએ પાલિકા કચેરી, કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા પણ ચીમકી ઉચ્ચારી હતી.

- text

- text