મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે ઓટો રીક્ષા માટે પાર્કિંગની સુવિધા આપવા કલેકટરને રજુઆત

- text


મોરબી : મોરબીના નવા બસસ્ટેશન પાસે ઓટો રિક્ષાવાળાઓ માટે રિક્ષા સ્ટેન્ડ તથા પાર્કિંગની સુવિધા આપવા બાબતે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ કલેકટરને રજુઆત કરી છે.

- text

તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં સરકાર દ્વાર નવા બસસ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવેલ છે. આ આધુનીકરણ બાદ બાઈક તથા કાર માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવેલ છે. પરંતુ મહેનત કરીને પોતાનું રોજગાર રળનાર ઓટો રિક્ષા ચાલકો માટે પાર્કિંગ પણ નથી અને રિક્ષા સ્ટેન્ડ પણ નથી. તો આ રિક્ષાવાળા ઓ માટે નક્કી જગ્યા કરીને રિક્ષા સ્ટેન્ડ પુરતી જગ્યાવાળું બનાવવા કે જગ્યા ફાળવવા અમારી માંગણી છે.

- text