મોરબી નિધિપાર્કના ભૂગર્ભ ગટરના પ્રશ્ને કલેક્ટરને આવેદન

- text


સત્વરે નવી ભુગર્ભ ગટર લાઈન નાખવા તેમજ ગંદા પાણીનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ, અન્યથા અહિંસક આંદોલનની ચીમકી

મોરબી : મોરબીની નિધિપાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરની લાઈન ચોકઅપ થઈ ગઈ હોય જેથી આ ગંદુ પાણી સોસાયટીમાં ફરી વળતા આ સમસ્યાનો સત્વરે નિકાલ કરવા આજે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.સાથે જ જો તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ નહીં થાય તો અહિંસક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

- text

મોરબી જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યા મુજબ ગોર ખીજડીયા રોડ આવેલ નિધિ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીના નિકાલ માટે વર્ષો પહેલા ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી હતી. જે લાઇન જૂની અને જર્જરીત થવાથી બંધ થયેલ છે, ત્યારે આ ગંદુ પાણી સોસાયટીમાં જાહેર રસ્તાઓ અને શેરીઓમાં ભરાઈ જતા અનેક લોકો ગંભીર બીમારીમાં સપડાયા છે. આ ઉપરાંત ગટર અને પીવાના પાણીની લાઈન બંને ડેમેજ થવાથી પીવાના પાણીમાં ગંદુ પાણી પડી જાય છે. વધુમાં આ મામલે મોરબી નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરને તાત્કાલિક અસરથી ભૂગર્ભ ગટરની સમસ્યા દૂર કરવા માંગ કરી હતી અન્યથા અહિંસક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

- text