મોરબીના નાની વાવડી ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ

- text


એક પક્ષે બોલાચાલીનો ખાર રાખી ઝઘડો થયાનું તો બીજા પક્ષે કાર ધીમી ચલાવવા કહેતા ઝઘડો કર્યાની ફરિયાદ

મોરબી : મોરબીના નાની વાવડી ગામે ભગવતી સોસાયટીમાં રહેતા બે પાડોશી પરિવાર વચ્ચે નજીવી બાબતે તકરાર થતા ઝઘડાએ મોટું રૂપ ધારણ કરી ઢીકાપાટુ અને બેટ ધોકા વડે માર મારવા અંગે સામસામે ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નાની વાવડી ગામે ભગવતી સોસાયટીમાં રહેતા ફરિયાદી ધનસુખભાઇ હિંમતભાઇ સરવાલીયાએ આરોપી રવી જીતેન્દ્રભાઇ સોની, જીતેન્દ્રભાઇ સોની, કપીલ જીતેન્દ્રભાઇ સોની રહે.ભગવતીપાર્ક નાનીવાવડી મોરબી, વિકી ઉર્ફે કાનો રમેશભાઇ સિંધવ રહે. સમજુબા સ્કુલ પાછળ મોરબી અને એક બીજો અજાણ્યો માણસ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ફરિયાદીના નાનાભાઈ પ્રેમ સાથે આરોપી રવી જીતેન્દ્રભાઇ સોની, જીતેન્દ્રભાઇ સોનીએ બોલાચાલી કરેલ હોય જે બાબતે કહેવા જતા આરોપીઓએ ઝઘડો કરી માથાના કપાળના ભાગે લાકડાના બેટનો એક ઘા મારી ડાબી આંખ ઉપર ઇજા કરી તથા નાક ઉપર ફ્રેકચર કરી સાહેદ વૈશાલીબેન પ્રેમભાઇ, વિનોદભાઇ સાબરીયા તથા સાહેદ વિશાલ વિનોદભાઇ સાબરીયા ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી.

- text

જયારે સામાપક્ષે રવીભાઇ જીતેન્દ્રભાઇ પાલા રહે.બજરંગ સોસાયટી નાનીવાવડી મોરબી વાળાએ આરોપી (૧) પ્રેમભાઇ હિમંતભાઇ મિસ્ત્રી (૨) ધનસુખભાઇ હિંમતભાઇ મિસ્ત્રી (૩) વિનોદભાઇ કોળી (૪) વિશાલ કોળી રહે બધા. નાની વાવડી મોરબી અને (૫) જય પટેલ રહે.રવાપરમોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી પ્રેમ મિસ્ત્રીએ ફૂલ સ્પીડમાં પોતાની કાર રીવર્સમાં લેતા ફરિયાદીએ શેરીમાં તેમના બાળકો રમતા હોય કાર ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text