22 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 22 માર્ચ, 2024 છે. આજે વિશ્વ જળ દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ બારસ, વાર શુક્ર છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1739 – નાદિર શાહે દિલ્હી પર કબજો કરી મયૂરાસનની ચોરી કરી.
1888 – ફૂટબોલ લીગની સ્થાપના.
1890 – રામચંદ્ર ચેટર્જી પેરાશૂટ દ્વારા ઉતરાણ કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા.
1894 – ચિત્તાગોંગ વિદ્રોહનું નેતૃત્વ કરનાર મહાન ક્રાંતિકારી સૂર્ય સેનનો જન્મ થયો.
1895 – લ્યુમેઇર બંધુઓ (Auguste and Louis Lumière) દ્વારા પ્રથમ વખત ચલચિત્રનું (ખાનગી) પ્રદર્શન યોજાયું.

1942 – સર સ્ટેફર્ડ ક્રિપ્સના નેતૃત્વમાં ક્રિપ્સ મિશન ભારત પહોંચ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઝ નેવી અને એરફોર્સ પોર્ટ બ્લેરમાં પ્રવેશ કર્યો.
1947 – લોર્ડ માઉન્ટબેટન છેલ્લા વાઇસરોય તરીકે ભારત આવ્યા.
1964 – કલકત્તામાં પ્રથમ વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
1969 – પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડનું ઉદ્ઘાટન થયું.
1977 – કટોકટી પછી યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસની જંગી હાર બાદ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપ્યું.
1993 – પ્રથમ વખત વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી.
1993 – ઇન્ટેલ કોર્પોરેશન દ્વારા પ્રથમ પેન્ટિયમ ચિપ (૮૦૫૮૬) મુકવામાં આવી. જે ૬૦ મેગાહર્ટ્ઝ (MHz) ક્લોક સ્પીડ, ૧૦૦+ MIPS અને ૬૪ બીટ ડેટા પાથ ધરાવતી હતી.
1995 – સાડા ચૌદ મહિનાના લાંબી અવકાશ યાત્રા પછી રશિયન અવકાશયાત્રી વેલેરી પેલિયાકોવ પૃથ્વી તરફ રવાના થયા.
1997 – ધૂમકેતુ “હેલ-બોપ” પૃથ્વીની નજીકતમ અંતરે પહોંચ્યો.
1999 – ભારતીય શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ શ્રેષ્ઠ મેકઅપ માટેનો ઓસ્કાર એવોર્ડ, જોર્ડનના શાહ અબ્દુલ્લાએ સત્તાવાર રીતે તેમની પત્ની પ્રિન્સેસ રાનિયાને રાણી તરીકે નામ આપ્યું.

- text

2003 – ઇરાક પર અમેરિકાના આક્રમણને પગલે પાકિસ્તાન સરકારે SAIF સેલ સ્પર્ધાને સ્થગિત કરી દીધી, ગઠબંધન દળોએ યુફ્રેટીસ નદીના કિનારે નાસિરિયા શહેર પર કબજો કર્યો અને બસરાને ઘેરો ઘાલીને દક્ષિણ ઇરાકમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું.
2005 – હિકિપુન્યે પોહમ્બાએ નામીબીયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
2007 – પાકિસ્તાને હતફ-7 મિસાઈલનું પરીક્ષણ કર્યું.
2020 – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને ‘જનતા કર્ફ્યુ’ લાદવાની ઘોષણા કરી હતી.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1877 – ટી.વી. સુંદરમ આયંગર – એક ભારતીય ઉદ્યોગપતિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગસાહસિક.
1882 – મુનશી દયાનારાયણ નિગમ – પ્રખ્યાત ઉર્દૂ પત્રકાર અને સમાજ સુધારક.
1885 – ગુલામ યઝદાની – ભારતીય પુરાતત્વવિદ્.
1894 – સૂર્ય સેન – ભારતની આઝાદી માટે લડનાર પ્રખ્યાત ક્રાંતિકારી.

1908 – સુંદરમ્, ગુજરાતી ફિલસુફ, કવિ અને સાધક. (અ. ૧૯૯૧)
1922 – ચિંતામણિ પાણિગ્રહી – ભારતીય સ્વતંત્રતા સેનાની અને ઓડિશાના રાજકારણી.
1929 – અનિસેટ્ટી રઘુવીર – આસામના ભૂતપૂર્વ ગવર્નર.
1960 – રાગિણી ત્રિવેદી – ભારતીય શાસ્ત્રીય સંગીતકાર.
1961 – જુઅલ ઓરાઓન -16મી લોકસભા સાંસદ અને વર્તમાન કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1971 – હનુમાન પ્રસાદ પોદ્દાર – સ્વાતંત્ર્ય સેનાની
1977 – એ. ના. ગોપાલન – કેરળના પ્રખ્યાત સામ્યવાદી નેતા અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની.

2000 – વામુઝો ફેસાઓ – નાગાલેન્ડના આઠમા મુખ્યમંત્રી.
2004 – વી.એમ. તારકુંડે, ભારતીય વકીલ અને નાગરિક અધિકાર કાર્યકર્તા (જ. ૧૯૦૯)
2005 – જેમિની ગણેશન, ભારતીય ફિલ્મ અભિનેતા (જ. ૧૯૨૦)
2007 – ઉપ્પલુરી ગોપાલ કૃષ્ણમૂર્તિ – ભારતીય ફિલોસોફર. (જ. ૧૯૧૮)
2014 – યશવંત વિઠોબા ચિત્તલ, ભારતીય લેખક (જ. ૧૯૨૮)
2021 – સાગર સરહદી – ભારતીય હિન્દી સિનેમાના પીઢ પટકથા લેખક.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text