એલ.ઇ.કોલેજના છાત્રોને UPSC અને GPSC માટે ટિપ્સ આપતા જિલ્લા વિકાસ અધિકારી

- text


મોરબી : મોરબીની લખધીરજી ઇજનેરી કૉલેજ ખાતે “UPSC અને GPSC પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી” તે વિષય પર એક નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

તેઓએ વિદ્યાર્થીઓને UPSC અને GPSC પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા હતા અને પરીક્ષાની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. આ માટે તેઓએ ભવિષ્યમાં પણ વધુ માહિતીપૂર્ણ માર્ગદર્શન આપવાની ખાતરી આપેલ હતી. આ પ્રસંગે, ડૉ. ભાવિક સુથાર (પ્રિન્સિપાલ, લખધીરજી ઇજનેરી કૉલેજ, મોરબી) દ્વારા તેઓનો કોલેજ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલનાના ડૉ. આશિષ બલદાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text