ચાઈના કલે ખરીદી નાણાં નહીં ચુકવનાર મોરબીની કંપની વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : મોરબીની પેઢીએ કચ્છમાંથી ચાઈના ક્લે ખરીદ કર્યા બાદ રૂપિયા 28 લાખથી વધુની રકમ નહીં ચુકવતા કચ્છની પેઢી દ્વારા મોરબીના ચાર ઈસમો વિરુદ્ધ કોર્ટમાં કેસ કરતા ચારેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરાયો હતો.

કચ્છ-ભુજના મમુઆરા ગામે ચાઈના કલે વ્‍યવસાયમાં કાર્યરત ધરણી વ્‍હાઈટ કલે દ્વારા મોરબીમાં આવેલ આદિત્‍ય એન્‍ટરપ્રાઈઝ વિરૂદ્ધ 28 લાખ રૂ.ની ઠગાઈની પોલીસ ફરિયાદ કરાઈ છે. આ અંગે પેઢી માલિક દામજી કાનજીભાઈ જાટિયાએ પદ્ધર (ભુજ) પોલીસ સ્‍ટેશનમાં મોરબીની આદિત્‍ય એન્‍ટરપ્રાઈઝના અશોક જયંતીલાલ મહેતા, પિયુષ હસમુખભાઈ ફેફર, સુખદેવ કાનાભાઈ બોદા, અંકિત પટેલ સામે ગત વર્ષે મે મહિનામાં 24 ગાડી ચાઈના કલે રૂ. 28,76,641નો માલ મંગાવી ચુકવણા પેટે ધી મહેસાણા અર્બન કો.ઓપ. બેંક નો ચેક આપ્‍યો હતો. જે ચેક બાઉન્‍સ થતાં ભુજ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. પરંતુ આરોપીઓ કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપતાં આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી ઠગાઈ અંગે ફરિયાદ કરાઈ છે.

- text

- text