મોરબી ખાતે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને કવિતાઓના ઉદ્દેશ્યો અને મહત્વ વિશે માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી.

- text

યુનેસ્કો દ્વારા વર્ષ 1999ની 21મી માર્ચથી વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી દર વર્ષની 21મી માર્ચે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં 21 માર્ચ 2024ના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કવિતા દિવસની ઉજવણીના ઉદ્દેશો અને મહત્ત્વ અંગે શાળાના શિક્ષક સંજય બાપોદરિયા દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી સ્વરચિત કવિતાનું પઠન કર્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક પ્રફુલભાઈ ફેફર, અશોકભાઈ ફેફર, યાજ્ઞિકભાઈ કાવરે કવિતા રજૂ કરી હતી. બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ મનગમતી કવિતા રજૂ કરી હતી. આ તકે સી.આર.સી. કો-ઓર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ ઉપસ્થિત રહી ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કવિતાઓનું રસપાન કરાવ્યું હતું.

- text