મોરબીમાં ઉનાળાના પ્રારંભે જ પાણીના ધાંધિયા, લાયન્સનગરના નાગરિકોએ પાલિકામાં રામધૂન બોલાવી 

- text


સફાઈ બંધ, ભૂર્ગભ ગટર ચોકઅપ અને સ્ટ્રીટ લાઈટો પણ બંધ થતા સ્થાનિકોએ સમાજ સેવકો સાથે મળી ઉગ્ર રજુઆત કરી 

મોરબી : મોરબી શહેરમાં લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી વિતરણ બંધ થવાની સાથે સ્ટ્રીટ લાઇટ, ભુગર્ભ ગટરો અને દૈનિક સાફ-સફાઈ થતી ન હોવાથી સ્થાનિક રહેવાસીઓએ ડેન્ગ્યુ જેવા ભયાનક રોગ થવાની સંભાવના વ્યક્ત કરી પાલિકામાં હલ્લાબોલ સાથે રામધૂન બોલાવી ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુ દવે, જગદીશ બાંભણીયા, ચિરાગ સેતાની આગેવાની હેઠળ લાયન્સનગરના રહેવાસીઓએ પાલિકામાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, લાયન્સનગરમાં સ્ટ્રીટલાઈટ, સફાઈ અને ભૂગર્ભ મામલે અવાર નવરની રજુઆત બાદ પણ ઉકેલ આવ્યો નથી ત્યાં 15 દિવસથી પાણી વિતરણ ઠપ્પ થઇ ગયું હોય સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. વધુમાં સ્થાનિક નાગરિકોએ મોરબીના ચીફ ઓફિસર, કલેકટર, વહીવટદાર, તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને આ અંગે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રામધૂન બોલાવી હતી

- text

- text