સ્વાસ્થ્ય શિબિર : મેઘપર ગામે 110 બાળાઓની નિઃશુલ્ક સારવાર અપાઈ

- text


મોરબી: મેઘપર સ્થિત નિકેતન સમન્વય કન્યા છાત્રાલયમાં સ્વાસ્થ શિબિરનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતુ. ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસ દ્વારા આયોજીત આ શિબિરમાં 110 બાળાઓનું નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં આવી હતી.

આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો.જયેશ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક વિનોદ મકવાણા, સચિવ હિંમત મારવણિયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતમાં સમન્વય કન્યા છાત્રાલય મેઘપર(આહિર) દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text