20 માર્ચે રવાપર ગામે પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ અંગે ખાસ કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા ડાક સામુદાયિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 20 માર્ચ ને બુધવારના રોજ રવાપર ગ્રામ પંચાયત ખાતે પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓના ખાતા ખોલવા માટેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રવાપર ગ્રામ પંચાયત ખાતે 20 માર્ચે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાનાર આ કેમ્પમાં પોસ્ટ ઓફિસની બચત સ્કીમ જેવી કે સેવિંગ ખાતા, રીકરીંગ ડિપોઝિટ ખાતા, સુકન્યા સમૃદ્ધિ ખાતા, મહિલા સન્માન સેવિંગ બચત પત્ર, પીએમ કિશાન સન્માન નિધિ ખાતા, પીએમ માતૃ વંદના યોજના ખાતા, ટપાલ જીવન વીમો અને ગ્રામ્ય ટપાલ જીવન વીમો વગેરે જેવી વિવિધ યોજનાઓના ખાતા એક જ સ્થળ પર ખોલવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અકસ્માત વીમો અને આધાર કાર્ડ નવા તેમજ અપડેટ કરવાની પણ સુવિધા આપવામાં આવશે. ગ્રાહકોની સરળતા માટે ફોર્મ ભરવાની પણ વ્યવસ્થા સ્થળ પર જ રાખવામાં આવી છે. ગ્રાહકોએ ફક્ત કેવાયસી ડોક્યુમેન્ટ અને રકમ સાથે રાખવાની રહેશે. તો આ સુંદર આયોજનનો લાભ લેવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીની જાહેર જનતાને અપીલ કરાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text