માળીયા નજીકથી તોડ કરતા પકડાયેલ બોગસ ખાણ ખનીજ અધિકારી જેલહવાલે 

- text


રૂ.6 હજારમાંથી રૂ.2300 જ મળ્યા, બાકીના વાપરી નાખ્યા : તોડ કરવા ટેક્સી ભાડે કરી હતી.

મોરબી : માળીયા મિયાણાના સુરજબારી પુલ નજીક ખાણખનીજ અધિકારી બની તોડ કરવાની ઘટનામાં ભેજાબાજે અધિકારી દેખાવા માટે એક કેબ ભાડે રાખી હોવાનું ખુલ્યું છે. કેબ ડ્રાઇવરને આ મામલે કઈ ભનક પણ ન હોય, તેને જવા દેવામાં આવ્યો છે અને ભેજાબાજને પોલીસે જેલહવાલે કર્યો છે.

બનાવ અંગેની ગત તા.9ના રોજ સુરજબારી પુલના છેડે પોલીસ ચોકી પાસે રાત્રીના બે થી અઢી વાગ્યા ના સુમારે સ્વીફટ કાર નંબર GJ-24-X-5698માં આવેલા હરીચંદ્રસિંહ બળવતસિંહ વાઘેલા, રહે.ભચાઉ કચ્છ વાળાએ પોતે ખાણ ખનીજ વિભાગના વીજીલન્સના આધિકારી છે તેવી ઓળખ આપી ટ્રક પોલીસ સ્ટેશન લઈ લેવાની ધમકી આપી રૂપિયા 6000 બળજબરીથી લીધા હતા.

- text

આ મામલે પોલીસે તપાસ કરતા આ શખ્સે સ્વીફ્ટ કાર કેબની ભાડા ઉપર લીધી હતી. તે 5 વર્ષ જેલમાં હતો, તેની ઉપર ભચાઉમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. છૂટીને આવ્યો અને 2 મહિના થયા હતા ત્યાં તેને આ કારસ્તાન કર્યું હતું. આ શખ્સને ઘરેથી કાઢી મુક્યો છે તેવું જાણવા મળ્યું હતું. તેની પાસેથી રૂ.6000માંથી રૂ. 2300 મળ્યા હતા. બાકીના તેને વાપરી નાખ્યા હતા.

- text