ડેમી નદી ઉપર ચેકડેમના નવીનીકરણનું ખાતમુહૂર્ત કારાયું

- text


ટંકારા : ગઈકાલે તારીખ 16 માર્ચના રોજ વિવિધ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતા ટંકારા તાલુકાના ડેમી નદી ઉપર આવેલા ચેકડેમના નવીનીકરણ માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

- text

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે નસીતપર, ઉમિયા નગર અને મોટા રામપર સહિતના ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતા ડેમી નદી ઉપરના ચેકડેમના નવીનીકરણ માટે રૂપિયા 38 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવીનીકરણ થકી આસપાસના ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો ભરપૂર લાભ થશે.

- text