મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિ સુપર શીની બેઠક મળી, હોદેદારોની વરણી

- text


મોરબી : ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ શક્તિ સુપર શીના ચેરપર્શન વૈશાલીબેન શિંદેના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના પ્રભારી પૂજાબેન નકુમ સાથે પરામર્શ કરી મોરબી જિલ્લાના પ્રમુખ જયશ્રીબેન ગમારા અને મોરબી શહેર પ્રમુખ કલ્પનાબેન પરમારની આગેવાનીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મિટિંગ મળી હતી.

- text

જેમાં વિવિધ વિસ્તારોમાંથી બહેનો હાજર રહ્યા હતા. તેમને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી. આ મિટિંગમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, NSUIના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા પ્રવકતા ગુજરાત કોંગ્રેસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કલ્પનાબેન પરમાર અને જયશ્રીબેન ગમારાની આગેવાની વિવિધ જવાબદારી સોપવામાં આવેલ છે જેમાં મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે ખરા કોકિલાબેન, ગોસાઈ હેમલતાબેન, સારેસા જિગિસાબેન, ભલાણી મંજુલાબેન, મોરબી શહેર મહામંત્રી તરીકેચૌહાણ દયાબેન , શુક્લ ભાવનાબેન , મૌડ જીનતબેન, મોરબી શહેર મંત્રી તરીકેસોલંકી બધુબેન, ચૌહાણ રેખાબેન, શુક્લ પુષ્પાબેન ,પંડ્યા ઉષાબેન, જીગલ કંચનબેનને નીમવામાં આવ્યા હતા. નવા હોદેદારોને નિમણુક પત્ર આપી શુભકામના પાઠવવામાં આવી હતી.

- text